
સફળતા અને નિષ્ફળતા જીવનનો એક ભાગ : દેવશી મોઢવાડિયા
મિત્રો, દરેકના જીવનમાં સફળતા ને નિષ્ફળતા તો આવ્યા જ કરે. ક્યારેક સફળતા મળે અને ક્યારેક નિષ્ફળતા.
સફળતા મળે ત્યારે વધારે પડતું ઉત્સાહી ના બની જવાય અને નિષ્ફળતા મળે ત્યારે ભાંગી ના પડાય. કોઈએ સાચું જ કીધું છે કે નિષ્ફળતા પચાવવા કરતા સફળતાને પચાવવી વધારે અઘરી હોય છે. સારા સારા લોકો જે આમ જીંદગીમાં બહુ હિંમતવાન જનતા હોય છે તે પણ ખરાબ સમય માં ભાંગી પડતા હોય છે. સફળતા ને નિષ્ફળતા માણસની કસોટી કરતા હોય છે. આવી વીસમ પરિસ્થિતિમાં જે સ્થિતપ્રજ્ઞ રહી શકે તેજ સાચો માનવી.
રાજનીતિ હોય કે વ્યવસાય...રમત ગમત હોય કે નોકરીનું ક્ષેત્ર સફળતા અને નિષ્ફળતા તપ આવ્યા જ કરે. કોઈ એક મેચ માં નિષ્ફળ ગયા પછી સચિન તેંદુલકર ક્યારેય ભાંગી નથી પડતો.. ઉલટાનું બીજા મેચ માટે બમણી મહેનત કરીને સફળ થવાનું ઝુનુન બતાવે છે એટલેજ અ સફળ થાય છે.
No comments:
Post a Comment