Tuesday 29 March 2011

સફળતા અને નિષ્ફળતા જીવનનો એક ભાગ


સફળતા અને નિષ્ફળતા જીવનનો એક ભાગ : દેવશી મોઢવાડિયા

મિત્રો, દરેકના જીવનમાં સફળતા ને નિષ્ફળતા તો આવ્યા જ કરે. ક્યારેક સફળતા મળે અને ક્યારેક નિષ્ફળતા.
સફળતા મળે ત્યારે વધારે પડતું ઉત્સાહી ના બની જવાય અને નિષ્ફળતા મળે ત્યારે ભાંગી ના પડાય. કોઈએ સાચું જ કીધું છે કે નિષ્ફળતા પચાવવા કરતા સફળતાને પચાવવી વધારે અઘરી હોય છે. સારા સારા લોકો જે આમ જીંદગીમાં બહુ હિંમતવાન જનતા હોય છે તે પણ ખરાબ સમય માં ભાંગી પડતા હોય છે. સફળતા ને નિષ્ફળતા માણસની કસોટી કરતા હોય છે. આવી વીસમ પરિસ્થિતિમાં જે સ્થિતપ્રજ્ઞ રહી શકે તેજ સાચો માનવી.
રાજનીતિ હોય કે વ્યવસાય...રમત ગમત હોય કે નોકરીનું ક્ષેત્ર સફળતા અને નિષ્ફળતા તપ આવ્યા જ કરે. કોઈ એક મેચ માં નિષ્ફળ ગયા પછી સચિન તેંદુલકર ક્યારેય ભાંગી નથી પડતો.. ઉલટાનું બીજા મેચ માટે બમણી મહેનત કરીને સફળ થવાનું ઝુનુન બતાવે છે એટલેજ અ સફળ થાય છે.

Sunday 27 March 2011

ભારતીય જનતા પક્ષનો અસલી ચહેરો

ભારતીય જનતા પક્ષનો અસલી ચહેરો : લોકો ક્યારે જાગશે ?

ભારતમાં લોકશાહી છે. અહી જ્ઞાતિવાદ, જાતિવાદ કે પ્રાંતવાદ ના ચાલે... ચલાવાય પણ નહિ..કારણ કે લોકશાહી એટલે સૌને સમાન અધિકાર.. જો જ્ઞાતિવાદ, જાતિવાદ કે પ્રાંતવાદ ચલાવીએ તો કોઈક ને કોઈક જતી કે જ્ઞાતિ ને અન્યાય થવાનો જ...
પરંતુ દુખ સાથે અહી લખવું પડે છે કે આઝાદીના ૬ દાયકા પછી પણ અહી કેટલાક મુઠ્ઠીભર તત્વો પોતાનો રાજ્કિત રોટલો શેકવા માટે ધર્મ, જાતિ, પ્રાંત, અને ભાષા ના નામે લોકોને ગેરમાર્ગે દોરવાની સાથે સાથે મુર્ખ પણ બનાવી રહ્યા છે. હિન્દુત્વના નામે લોકો ને વિભાજીત કરનારા આજે લોક્સહીના મંદિર સમાન સંસદ સુધી પહોચી ગયા છે. તાજેતરમાં વિકીલીક્સના ખુલાસામાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયું છે.. અરુણ જેટલી જેવા તકવાદી રાજનેતા નો અસલી ચહેરો પ્રજા સામે ખુલ્લો પડી ગયો છે.
હિન્દુત્વ શબ્દ ને સસ્તો બનાવી નાખનારા ભાજપ માં સરમ કે લાજ જેવું કઈ બચ્યું જ નથી... નહીતર દેશની અને હિંદુ પ્રજાની તેમને જરૂર માફી માંગી હોત.
જેટલી એ અમેરિકાના રાજદૂત પાસે ભાજપ ની રણનીતિના વાતના વેરતા કહયું હતું કે હિન્દુત્વ એક તકવાદી મુદ્દો છે સત્તા પ્રાપ્ત કરવા માટે. ધર્મના નામે લોકો ને ગુમરાહ કરનારા ઓયે ભગવાન રામને પણ છોડ્યા નથી. જે માનસ ને રાજનીતિ ની સરુઆત ના બે દાયકા સુધી સારી રીતે હિન્દી બોલતા પણ નહોતું આવડતું એવા અડવાણી એ રામજન્મ ભૂમિના નાવ્નીર્માનની હમ્બગ વાતો કરીને રથયાત્રા કાઢીને સમગ્ર દેશ ને બે ભાગમાં વહેચી નાખ્યો હતો. જેને પાપે આજે પણ હિંદુ અને મુસ્લિમ સમાજ આજે પણ સાથે બેસી શકતા નથી. મંદિર તો હજુ પણ નથી બન્યું.. પણ અડવાણી અને તેની તકવાદી મંડળીને દિલ્હી ની ગાડી ૫ વર્ષ માટે મળી ગઈ હતી. સત્તા પણ નહોતા ત્યાં સુધી ભાજપવાળા એમ કહેતા ફરતા હતા કે મંદિર વહી બનાયેંગે.. આજે આજ લોકો કહે છે મંદિર કહી નહિ બનાયેંગે...
દિલ્હી ની ગાડી પણ બેઠા પછી આજ અડવાણી અને તેની આની મંડળી એવી વાતો કરતુ હતું કે રામ મંદિર તો અમારા એજેન્ડામાં જ નથી.
રામ હોય કે રહીમ.... અતો સૌના હદય માં હોય છે. મંદિર કે મસ્જીદ બને કે ના બને તેનાથી ફરક નથી પડતો. ફરક તો ત્યારેજ પડે છે જયારે આપને આપની સૌની અંદર રહેલા ઈશ્વર ને ભૂલી જૈયે છીએ....
હિન્દુત્વની ક્રૂર મશ્કરી કરનારા ભાજપ ને શરમ જ ના હોય તેમ તેમના રાષ્ટ્રીય નેતા લાલકૃષ્ણ અડવાણી પાકિસ્તાન જઈને ભારત-પાકિસ્તાનના ભાગલા માટે જવાબદાર ઠરેલા મહમદ અલી જિન્હા ની મઝાર પર માથું ટેકવીને જિન્હા બિનસાંપ્રદાયિક હોવાનું પ્રમાણપત્ર આપી આવ્યા હતા.
હિન્દુત્વની ક્રૂર મજાક કરનારા નરેન્દ્ર મોદી ને હવે મહામાનવ મહાત્મા ગાંધી યાદ આવ્યા હોય તેમ ગાંધીનગર માં ૧૦૦ કરોડ ના ખર્ચે મહાત્મા મંદિર બનાવ્યું છે... જાણે ગાંધી હત્યા નું કલંક ભાજપ ના વડવાઓ પર લાગેલું છે તે ભૂસ્લા માંગતા હોય તેમ. પરંતુ નરેન્દ્ર મોદી ને ખબર નહિ હોય છે, ઈતિહાસ કોઈને માફ નથી કરતો..
ડરપોક નું. ૧ હોવાનું બિરુદ પામતા નરેન્દ્ર મોદી જયારે અક્ષરધામ પર હુમલો થાય ત્યારે ૨૦૦ મીટર ના અંતરે આવેલા પોતાના બંગલાની બહાર નીકળવાની હિંમત નથી કરતા અને મુંબઈ માં તાજ હોટેલ પર હુમલો થાય ત્યારે મુંબઈ દોડી જી બહાદુરી બતાવે છે.. શું આ લોકો ની કે લોક્સહીની મશ્કરી ના ગણાય ?
જયારે કેન્દ્ર માં એન,ડી,એ, નું શાસન હતું ત્યારે આજ સરકારમાં સરક્ષણમંત્રી પદે રહેલા જ્યોર્જ ફર્નાન્ડીસે સહીદ જવાનોના કોફીનોમાંથી કટકી કરી લીધી હતી. આ જ લોકો રાષ્ટ્રવાદની વાત કરે ત્યારે કેવી લાગે ?
આજે દેશ આખામાં જે ૨-જી કાંડ ગાજી રહ્યું છે તેના જનક તો ભાજપ ના એક સમય ના રાષ્ટ્રીય નેતા અને હવે સ્વર્ગીય બની ચુકેલા પ્રમોદ મહાજન જ હતા, આ વાત જગ જાહેર છે તોય ભાજપ ૨-જી ની રાગ આલાપ્યા કરે ત્યારે હસવું ના આવે તો બીજું શું ?

ભાજપ શું આ ૧૦ પ્રશ્નોના જવાબ આપી શકશે ?
૧, ૨ - જી કાંડ માટે એન,ડી,એ, નું શાસન જવાબદાર નથી ? પ્રમોદ મહાજને ૨-જી ને સસ્તામાં નહોતું વેચી માર્યું ?
૨. ગોધરાકાંડ માટે અટલબિહારી વાજપેય એ આવું નહોતું કહ્યું કે મોદી રાજધર્મ ચુકી ગયા છે ?
૩. શહીદ જવાનો માટેના કોફીન માંથી કટકી થઇ હતી ત્યારે કેન્દ્રમાં કોની સરકાર હતી ?
૪, શું અરુણ જેટલીયે અમેરિકાના રાજદૂતની સમક્ષ સ્વીકાર્યું હતું કે ભાજપ માટે હિન્દુત્વ તકવાદી મુદ્દો છે ?
૫, અણુકરાર માં ભાજપ ના દેખાડવાના અને ચાવવાના દાંત જુદા જુદા હતા ?
૬, એન,ડી. એ, ના શાસનમાં રામમંદિર બન્યું ખરું ? જો ના બન્યું હોય તો આપેલા વચનનું શું ?
૭. ગુજરાતમાં જે મૂડીરોકાણના આકડા બહાર પડી રહતા છે તે સાચા છે ?
૮. સંસદમાં સાંસદોને ખરીદવાનું નાટક ભાજપે પોતેજ નહોતું કર્યું ?
૯. ગુજરાત ના તાતા નેનો ને લાવવા માટે મોદી સરકારે ૨૦ હાજર કરોડની રાહત નથી આપી ?
૧૦, હરેન પંડ્યાની હત્યા માટે જવાબદાર કોણ છે ?